Hello, you need to enable JavaScript to use this network.

Please check your browser settings or contact your system administrator.

Gujarati Net Jagat

Web connection to Gujarati Friends

VKVora Atheist Rationalist Humanist

About Me == મારો પરીચય મારા શબદોમાં ==

==

About Me == મારો પરીચય મારા શબદોમાં ==

==

મારું નામ વીકે વોરા (વલ્લભજી કેશવજી વોરા) અને ઉમર વર્ષ ૬૧ છે. ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના નારાણપુર ગામમાં છ ધોરણ સુધી અભ્યાસ કરેલ છે. પાંચમાં ધોરણમાં કલાઈ વિશ્ર્વ વિદ્યાલયની ગામમાં કલ્પના કરેલ જ્યાં ખેતરો છે. પછી પાંચ વર્ષ બાજુના ડુમરા ગામે અભ્યાસ કરેલ છે. એટલે ડુમરા યુનીવર્સીટી ને હું હારવર્ડ, ઓક્ષફર્ડ, કેમ્બ્રીજ કે માશાકુશેટ ઘણું છું.

કચ્છ જિલ્લાની ડુમરા સરકારી હાઈસ્કૂલમાંથી ૧૯૬૭માં મેટ્રીક પાસ કરેલ છે એના પછી છ વર્ષ મુંબઈમાં અભ્યાસ કરેલ છે. હાલ મારો વષવાટ મુંબઈમાં છે. એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું.

જે સગવડ ન ગામમાં હતી ન છાત્રાલયમાં એ જોડા સીલાઈ અને હાથે હજામતની કળા મને ખબર હતી. ખરું કહું તો મુંબઈના લોકો જોડા પહેરી ફરે છે એ મને ખબર પડી. મુંબઈમાં હું પેટીયું રળવા આવેલ અને જીવનભર વીદ્યાર્થી બની ગયો.

મુંબઈના ગુજરાતી રેશનલીસ્ટ ગ્રુપનો હું સભાસદ છું એટલે મારી જોડણી ઉંજાં જોડણી સમજવી જેમાં ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ દેખાશે.

હું એથેઈસ્ટ, રેશનલીસ્ટ અને હ્યુમનીસ્ટ છું. અનમેરીડ, સીન્ગલ એન્ડ અલોન. ઓન્લી મેમ્બર ઓફ વીકે રોયલ સોસાયટી.

Reply to This

Replies to This Discussion

વોરા સાહેબ ...ખરેખર આપ દ્વારા ઘણું જાણવા મળે તેમ છે ...મારી આપને નમ્ર વિંનતી છે કે આપ ગુજરાતીગઝલનેકવિતા નામની સાઈટ પર જોડાવ આપને પ્રતિસાદ આપવા ત્યાં ૨૭૮૦ સભ્યો છે અને રોઝ ૧૦ થી ૧૫ નવા સભ્યો જોડાય છે ..આપ એકવાર ત્યાં આવો અને આપનો અભિપ્રાય આપો
બ્લોગ = ૬૪૮
ચર્ચા = ૪૧
સમૂહ = ૩૯
ફોટા = ૨૩૩૭
વિડીઓ = ૧૧૨
વિશેષ ઘણું ...આપ આપના મન ના એ અગોચર પ્રદેશ ને શબ્દો નું સ્વરૂપ આપી અમોને રસાસ્વાદ કરાવશો તેવી અપેક્ષા સાથે... જય જય ગરવી ગુજરાત




Visit ગુજરાતી

Reply to This

RSS

About Gujarati Net Jagat

Kakasab Kakasab માટે આ જુથ નિપ્રા.કોમ દ્વારા બનાવવામાં આવેલ છે.

કાકાસાબ.કોમ સાથે જોડાવ

Photos

Loading…

Gujarati Net Jagat Badge

Spread the word. Get your own Gujarati Net Jagat badge for your website or MySpace page. (Get Code)

Gujarati Net Jagat brought to you by Kakasab © 2010 Report an Issue | Feedback | Privacy | Terms of Service

Spread the word. Get your own Gujarati Net Jagat badge