Hello, you need to enable JavaScript to use this network.

Please check your browser settings or contact your system administrator.

Gujarati Net Jagat

Web connection to Gujarati Friends

Kakasab

ખુટતી કળીઓ

ચાલો ચર્ચા કરીએ ગુજરાતી ભાષામાં ખુટતી કળીઓની, એટેલે કે ગુજરાતી સાહિત્યમાં શું ખૂટે છે?

Reply to This

Replies to This Discussion

ભાઈશ્રી,

ગુજરાતી નેટ જગત ઉપર ગુજરાતીમાં લખવાનું કે ટાઈપ કરવાની સગવડ નથી. નીચે એક લીન્ક આપેલ છે. એ લીન્કને ગુજરાતી નેટ જગત સાથે જોડવાથી ગુજરાતીમાં લખવાનું કે ટાઈપ કરવાની સગવડ તૈયાર થઈ જશે. ઘટતું કરવા વીનંત્તી.

લીન્ક :

http://www.readgujarati.com/gujtyping.php


કુશળ હશો.

લી. વીકે વોરા

Reply to This

શ્રીમાન વોરાસાહેબ,

આપશ્રી આ ચર્ચામાં ભાગ લઈ રહ્યા છો તે બદલ આપનો ખુબ ખુબ આભાર, સમય અને કામના અભાવે ઘણા સમયથી આ ગૃપ ડીએક્ટીવ છે એટલે બહુ સુવિધાઓ અહિંયા મુકી શક્યો નથી.

પણ આપની આ પોસ્ટને કારણે ફરી એકવાર મને વિચાર કરતો કરી દિધો છે, આપ દ્વારા મોકલેલ લીન્ક મને મળી ગઈ છે પરંતુ એ લીન્કમાં પણ તમારે કોપી પેસ્ટથી જ કામ ચલાવવું પડશે. હાલપુરતી તો ગુજરાતી નેટ જગત પર ગુજરાતીમાં ટાઈપ થઈ શકે એવી કોઈ શક્યતા નથી જણાતી સિવાય કે કોઈ યુઝર યુનીકોડ ઈનપુટ પર કોઈ સંશોધન કરીને પ્લગ-ઈન બનાવી આપે તો શક્ય છે. મારા કામના કલાકો બાદ ગુજરાતી નેટ જગત સિવાય અન્ય પણ ઘણાં ગુજરાતી વેબના લગતા કાર્યો કરી રહ્યો છું જેથી હાલપુરતુ હું આપના સુચનને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં આ પણ શક્ય બને તેવા પ્રયાસ કરીશ.

ગુજરાતી નેટ જગત પર ગુજરાતી લખવાની સુવિધા અમલમાં ન આવે ત્યાં સુધી આપ યુનીકોડ એડીટરનો ઉપયોગ કરી શકો છો, અથવા તો મિત્ર ઓમકાર જોષીના બનાવેલ ટાઈપ એડીટરનો પણ ઉપયોગ કરી શકો છો. જે અહિંયા મળી જશે http://kakasab.com/gamabhana

ફરી એક વખત આપનો આભાર માનું છું, અને ખુબ જ ઝડપથી આપના સુચન પર ઘટતું કરવાની ખાત્રી પણ આપું છું.

ચાલો ત્યારે... મળતા રહીશું

- નિલેશ વ્યાસ

Reply to This

શ્રી નીલેશભાઈ વ્યાસ, આપને મેસેજ મોકલવાથી મને તો ફાયદો થઈ ગયો. હું વીકીપીડીયા ઉપરથી કોપી પેસ્ટ કરતો હતો પણ એના ઉપર સ્પીડ ઓછી થઈ જતી હતી અને ખોલ બંધ કરવામાં સમય જતો હતો. હું ઉંઝા જોડણી સમર્થક હોવાથી અન્ય પાટીયા ઉપર દીર્ગ ઈ માટે શીફ્ટ અને કેપીટલ આઈ માં મને મુશ્કેલી પડતી હતી. જ્યારે અહીં ડબ્બલ ઈ થી કામ થઈ જાય છે. વડી આ પેડ ઉપર દેવનાગરી અને અન્ય ભાષાઓ પણ છે અને આ પાટીયા ઉપરનું લખાણ સેવ કરવાની સગવડ છે. ફોન્ટની સાઈઝ નાની મોટી થઈ શકે છે અને મેનુ ડ્રાઈવ છે. આ ગમભન મારા માટે તો જાદુ થઈ ગયું. ચાલો કંઈક તો જાણવા મળ્યું. આ લીન્કને ગુજરાતી નેટ જગત ઉપર જોડી દેવાથી લખનારાઓને જરુર કામ આવશે અને ડીએકટીવ એક્ટીવ થવાની શક્યતા છે. કુશળ હશો. લી. સહ્રદયી વીકેવોરા.

Reply to This

Dear vorabhai,

Thank you so much for using Gujarati Keypad, well very soon will update the group and start healthy discussion here.

cya soon at Gujarati net jagat.

warm regards,
Nilesh

Reply to This

શ્રી નીલેશભાઈ વ્યાસ,

http://kakasab.com/gamabhana/

ઉપરની લીન્કને ગુજરાતી નેટ જગત ઉપર જોડવી જોઈએ. ગુજરાતી નેટ જગત માં બધીજ વીગતો અંગ્રેજીમાં છે એમાં થોડીક વીગતો ગુજરાતીમાં આપવાથી સભાસદોને એનો લાભ લેવામાં ફાયદો થશે. ઘટતું કરવા વીનંતી. લી. વીકે વોરા

Reply to This

શ્રીમાન વોરાસાહેબ,

મોડો જવાબ આપવા બદલ દિલગીર છું, પણ અગાઉ કહ્યુ તેમ કામના કલાકોને કારણે આ ગૃપને પુરતો સમય આપી શકાતો નથી. પણ આશા કરૂ છું કે આપ જેવા સહયોગીઓ આ ગૃપને સતત પ્રવૃતિમય રાખશો.

આપના કહ્યા પ્રમાણે આ ગૃપમાં ઘણી જગ્યાએ અંગ્રેજી શબ્દોનો ઉપયોગ થઈ રહ્યો છે, પણ જો તમે કદાચ ધ્યાનથી જોયુ હશે તો તમને અંદાજ આવશે કે ઘણી જગ્યાએ ગુજરાતી શબ્દો અથવા વાક્યો આવી ગયા છે, નીન્ગ.કોમ ને સહકાર આપીને ગુજરાતી ભાષામાં ફેરવવાનું કાર્ય થોડા સમયથી શરૂ કર્યુ છે. થોડા સમય પછી નીન્ગ પરનું સર્વપ્રથમ અને એકમાત્ર ગુજરાતી ભાષામાં બનાવાયેલ ગૃપ હોવાનું ગૌરવ પણ લઈ શકાશે. અત્યારે આ ગૃપમાં ફક્ત ઈનપુટ જ યુનીકોડમાં કરી શકાય છે, જ્યારે મેનું, પ્રસ્તાવના અને મથાળાઓ અંગ્રેજીમાં જ લખાયેલ છે, અત્યારે જે ટ્રાન્સલેશનની પ્રક્રિયા થઈ રહી છે તેમા આ ત્રણેય પ્રકારને સમાવી લેવામાં આવ્યા છે, જેના કારણે આ કોમ્યુનીટી ટુંક સમયમાંપુરેપુરી ગુજરાતીમાં ફેરવાય જશે.

સમયના અભાવના કારણે તેમજ એકલે હાથે આ પ્રક્રિયા થતી હોવાથી થોડો સમય માંગી લે તેમ છે, પણ બહુ લાંબો સમય રાહ નહી જોવડાવું.
આ સિવાય જો તમને ક્યાંય પણ કોઈ સલાહ કે સુચન આપવું જણાય તો આપ મને ઈમેલ દ્વારા પણ જણાવજો, જે કદાચ મને ખુબ જ ઝડપથી મળી જશે, અને તાત્કાલીક તેના નિવારણ માટેના ઉપાય કરી શકાશે.

ફરી એકવાર આપનો આભાર માનું છું, અને આપની રજા લઉ છું... ચાલો ત્યારે મળતા રહેશું.

આપનો આભારી
નિલેશ વ્યાસ
jamsab@gmail.com

Reply to This

RSS

About Gujarati Net Jagat

Kakasab Kakasab માટે આ જુથ નિપ્રા.કોમ દ્વારા બનાવવામાં આવેલ છે.

કાકાસાબ.કોમ સાથે જોડાવ

Photos

Loading…

Gujarati Net Jagat Badge

Spread the word. Get your own Gujarati Net Jagat badge for your website or MySpace page. (Get Code)

Gujarati Net Jagat brought to you by Kakasab © 2010 Report an Issue | Feedback | Privacy | Terms of Service

Spread the word. Get your own Gujarati Net Jagat badge